Thursday, May 31, 2018

5. Busineasની જવાબદારી પુરી રીતે નિભાવજો

રોબર્ટ મર્સર કહે છે કે, તમે બિઝનેસ કરો છો ત્યારે  તમારી એક જવાબદારી થઇ જાય છે ને તે છે નફો કરવાની . તે વખતે તમારા મન માં એક વિચાર ઉગી નીકળે છે .
તમે તમારા નાગરિક ભાઈઓનો કે સમાજનો કશો ખ્યાલ કરતા નથી, તેથી સ્વાર્થી થઇ રહ્યા હો એવો ભાસ થાછે, પણ નફો કરવો એ શ્વાસ લેવા જેવી ક્રિયા છે. એક વાર તમારો Business શ્વાસ લેવાનું ( નફો કરવાનું ) શરૂ કરી દે છે તે પછી જ તમે તમારા Business અંગેની બીજી જવાબદારી પુરી કરી શકો છો. જેમ કે વધુ ને વધુ નોકરીની જગ્યા પેદા કરવી અને રિઝર્વ ફંડ ઉભું કરવું વગેરે.


BUSINESS TIPS :-

સારો Business સારી સેવન7 ક્ષેત્ર બની શકે છે.









4. રસ, રુચિ અને આનંદ એ Business ના મુખ્ય પરિબળો છે.

રોબર્ટ સેબલે કહે છે કે -
મને Business  ગમે છે , કેમ કે એમાં હરીફાઈ રહેલી છે. ત્યાં શબ્દોને કારણે તમને કોઈ વળતર મળતું નથી,પણ કૃત્યનો યથાર્થપણે બદલો મળે છે.

મને Business ગમે છે કેમ કે તે મને મારી નિષ્ઠાને વળગી રહેવા પ્રેરે છે કે આજનું કામ આવતી કાલે ઠેલવાની રજા આપતી નથી.

મને Business  ગમે છે . તે બીજાને સુધારી નાખવા નહીં, પણ પોતાની જાતને ખુશીમાં રહેવા દોરે છે ને તેમ કરવાથી હું દંભ ને લાગણીવેડાથી વેગળો રહું છું.

ને છેલ્લે , મને Business ગમે છે , કેમ કે પ્રત્યેક દિવસ મને નવતર સાહસ કરવાની તક પુરી પડે છે.

Business Tips :-

આનંદ એ ગુણવત્તાની પારાશીશી છે.






Wednesday, May 30, 2018

3. એકવાર ઝંપલાવો ડરશો નહીં


નદીમાં પડ્યા વગર તરતા શીખી શકાતું નથી

એક માણસ તરવાનું શીખવા માંગતો હતો. તે નદી માં ઉતર્યો, પણ નદીમાં સહેજ લીલ હોવાથી તેનો પગ લપસ્યો. તે ડૂબવા લાગ્યો. એક બીજો માણસ ત્યાંથી પસાર થતો હતો એણે જોયું ને તેણે બચાવી લીધો. પૂછ્યું કે કેમ  નદીમાં ઉતર્યો હતો ?
જવાબ આપ્યો કે , તરવાનું શીખવા માટે, પણ હવે જ્યાં સુધી તરતા નહીં આવડે ત્યાં સુધી નદીમાં ઉતરીશ નહીં.

ભય Businessનો પહેલો દુશ્મન છે. કાલ્પનિક નિષ્ફળતા- એ Businessનો બીજો દુશ્મન છે.
હાર થયા પહેલા હાર માની લેવી - એ ત્રીજો દુશ્મન છે.
તમારી પાસે આવા કર્મચારી હોય તો ચેતી જજો.

Business Tips :-

જો ડર ગયા સમજો મર ગયા.








Tuesday, May 29, 2018

2 . Business એટલે શું ?

Business એટલે  VMPA.
V - Vision
M - Mission
P - Passion
A - Action
Vision એ સ્વપ્ન કે મહાત્વાંકાંક્ષા છે,
Mission એ plan છે,
Passion એ  આવેગ-ઉત્સાહ છે, અને
Action એ કાર્ય છે.
A વગર ઉપરના ત્રણેય નિષ્ફળ છે.

BUSINESS TIPS :-
VMPA નું જૂથ રચીને આગળ વધશો તો જરૂર સફળ થશો.









Monday, May 28, 2018

1 . Business ની ઉત્કૃષ્ટતા

વ્યવસાયની ઉત્કૃષ્ટતા માટે છ બાબતો નું ધ્યાન રાખવું પડશે.
1. શું?
2. કોણ?
3. કેમ?
4. ક્યાં ?
5. કેવી રીતે ? અને
6. પરિણામ