વ્યવસાય એટલે વ્યવસ્થિત કાર્ય. ગોઠવણીપૂર્વકનો પુરુષાર્થ.
એક ખેડૂતને ત્રણ દીકરા હતા. ખેતીમાં તો બિલકુલ ધ્યાન આપતા નહોતા . આ લોકોને પાઠ તો ભણાવવો પડશે એવું ખેડૂતે નક્કી કર્યું. બીમારીનું નાટક કરી પથારીવશ બની ગયા . ત્રણેય દીકરાને બોલાવીને કહ્યુકે , જુઓ બીટા , મારો અંત સમય આવી ગયો છે, તેથી એક રહસ્ય તમને કહું છું. મેં જિંદગીભરની કમાણીથી ઘણું સોનુ ખરીદ્યુ હતું. એ સોનુ આપણાં ખેતરમાં ક્યાં મેં દાટ્યું હતું તે હું ભૂલી ગયો છું. એ ખજાનો તમારે જોઈતો હોય તો બે દિવસમાં શોધી કાઢો. દીકરાઓ તો ખોદવા મંડી પડ્યા. આખું ખેતર ખોદી કાઢ્યું, પણ ખજાનો મળ્યો નહીં. ખેડૂતે કહ્યુકે, હવે ખેતર ખોદ્યુ જ છે તો આ બીજનું વાવેતર કરી દો. પાક વેચ્યો તો ખાસ્સા પૈસા મળ્યા. ખેડૂતે કહ્યું, આ જ છે ખજાનો . મહેનતથી જ ખજાનો મળે છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.
Business Tips:
Businessમાં ખજાનો એમ જ હાથ નહીં લાગે, બીજ રોપીને એનું જતન કરવું પડશે.