Business ની ઉત્તમતા ચકાસવાના બે સાધનો
1. Mind satisfaction
2. Money satisfaction
મનનો આનંદ અને પૈસાની પ્રાપ્તિ.
ચાર્લિ ચેપ્લિન ના બાળપણનો પ્રસંગ છે. ચારલીને નકલ કરવાનો ઘણો શોખ હતો . એટલો બધો ઉત્સાહ કે તે રોજ જુદા જુદા લોકોની નકલ કરીને લોકોને હસાવે, એની માતા શેરીમાં ગીતો ગાઈને જીવનનું ગુજરાન ચલાવતી. સાવ ગરીબ પરિસ્થિતિ હોવાથી બહુ ખેંચ પડતી. એવામાં માં બીમાર પડી અને કમાવાની જવાબદારી ચાર્લિ ના માથે આવી . ચાર્લિ તો ઉત્સાહથી નકલ કરવા મચી પડ્યો. એને મજા પડતી હતી. એને એટલો બધો રસ પડ્યો કે તે નામાંકિત કોમેડિયન બની ગયો. જગત ને હાસ્યની અદભુત મૂંગી ફિલ્મો આપી.
Business Tips:
સળગતી મશાલને નીચી નમાવી રાખો તો જ્યોત તો હંમેશા ઉપ્પર બાજુ જ રહે છે, તેથી મશાલને સળગતી રાખો . ઉત્સાહ અને ખંત એવા જ છે.