Wednesday, November 21, 2018

લગે રહો, પકડકે રખના , છોડના નહીં

વ્યવસાયના ક્ષેત્ર માં એક સૂત્ર બઉ પ્રચલિત છે - ટકી રહેશો તો જામી જશો. મેદાન છોડશો નહીં.

એક સેનાપતિ હતો જે યુદ્ધમાં પરાજય પામ્યો હતો. એની પત્ની ઓરડા માં મળવા ગઈ. સેનાપતિ એ કહ્યું ઘણું જ ખરાબ થયું છે. અમારી સેના હાર ની નજીક છે. પતિ ઘણો જ નિરાશ હતો. એનો જુસ્સો તૂટી ગયો હતો. પત્નીએ કહ્યું , તમારા કરતા પણ ખરાબ સમાચાર મારી પાસે છે. સેનાપતિને થયું, આનાથી ખરાબ સમાચાર કયા હોઈ શકે છે ? પત્નીએ કહ્યું, મેં સાંભળ્યું છે કે તમે યુદ્ધ હારી ગયા છો, પણ તમારી વાત પરથી તો હું જોઈ રહી છું કે તમે તો તમારી હિંમત પણ હારી ગયા છો, જુસ્સો પણ હારી ગયા છો , આશા પણ હારી ગયા છો, સ્વપ્ન પણ હારી ગયા છો.

Business Tips :

યુદ્ધ  હારવું એ મોટી હાર નથી , પણ જો તમે હિંમત , આશા અને સ્વપ્ન હારી ગયા તો એ તમારી કાયમી હાર છે.

મારા મત મુજબ
" માન લો તો હાર હે , પર ઠાન લો તો જીત હે " .






Sunday, November 18, 2018

Business Idea 8

ધંધામાં માત્ર પોતે ખુબ કામ કરીને , ખુબ મહેનત કરીને બહુ સફળતા હાંસલ નહીં થઇ શકે.  આખી ટીમ ખુબ કામ કરીને પરિણામો લાવી શકે, તો સફળતાનું સ્તર ઉચ્ચતર થાય. માત્ર જાત મહેનતે સામ્રાજ્યો ન સર્જી શકાય.
એના માટે ઘણા લોકોને સાથે લેવા પડે.





Business Idea 7

તમારા અમુક મુખ્ય ગ્રાહકો  તમારા ભાવોની ફરિયાદ કરે છતાંય ખરીદવાનું બંધ ન કરે , એનો મતલબ કે તમારી પ્રોડક્ટની કિંમત એના મહત્તમ લેવલ પર પહોંચી ગઈ છે. હવે એનો ભાવ વધારવાનું સલાહભર્યું નથી.

અને છતાંય જો તમે એનો ભાવ વધાર્યો તો......
સમજી જ ગયા હશો.

Business Idea 6

જ્યારે આપણાં ભવિષ્યની સંભાવનાઓ કરતા આપણો ભૂતકાળ વધારે ભવ્ય જણાય, ત્યારે સમજવું કે પરિવર્તનનો સમય આવી ગયો છે.

કંઈક બદલવું જરૂરી છે.








Business Idea 5

દોસ્તો અત્યારે દરેકે ધંધામાં હરીફાઈ વધી ગઈ છે.
આ પરિસ્થિતિ માં પણ માર્કેટ માં ટકી રહેવાનો આઈડિયા .

એક જૂની ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ નવી કંપની આવીને એના પર પોતાનો કબ્જો જમાવી દે , બીજા જુના હરિફોને પાછળ પાડી દે , આવું ક્યારે બને ?

1. જયારે માર્કેટમાંના ગ્રાહકોને જે જોઈતું હોય , એ મળતું ન હોય , ક્યાંય ગેપ હોય.

2. જયારે હાલના સ્પર્ધકો ગ્રાહકોની જરૂરિયાતો પ્રત્યે ઉદાસીન થઇ ગયા હોય અને એથી એમને કઈ નવું લાવવાનું સૂઝતું ન હોય.

આપણી ઇન્ડસ્ટ્રીઝ માં આવું તો નથી થઇ રહ્યુંને જોતા રહેજો.

Business Idea 4

દરેક માણસમાં અનેક શક્તિઓ હોય છે.

આપણાં દરેક ટીમ મેમ્બર માં જે શક્તિ, આવડત અને કૌશલ્ય છે, એને ઉજગરકારીને એને સર્વોત્તમ પરિણામોમાં પરિવર્તિત કરી શકીએ , તો ધંધામાં સફળતા ના ઊંચા શિખરો સર કરી શકીએ.

Business Idea 3

ધંધાની જીવનયાત્રામાં ઘણું બદલાતું રહે છે.

સંજોગોની સાથે સાથે વ્યૂહરચના - સ્ટ્રેટેજી પણ બદલાતી-વિકસતી હોય છે.

સમય સાથે સ્ટ્રેટેજી પણ પરિપક્વ થવી જોઈએ.

બધાય ઉતાર-ચડાવ બાદ જે સ્ટ્રેટેજી ઉભરે છે, એ સ્ટ્રેટેજીની કક્ષા આપણાં ધંધાની સફળતાની માત્રા નક્કી કરતી હોય છે.