વ્યવસાયના ક્ષેત્ર માં એક સૂત્ર બઉ પ્રચલિત છે - ટકી રહેશો તો જામી જશો. મેદાન છોડશો નહીં.
એક સેનાપતિ હતો જે યુદ્ધમાં પરાજય પામ્યો હતો. એની પત્ની ઓરડા માં મળવા ગઈ. સેનાપતિ એ કહ્યું ઘણું જ ખરાબ થયું છે. અમારી સેના હાર ની નજીક છે. પતિ ઘણો જ નિરાશ હતો. એનો જુસ્સો તૂટી ગયો હતો. પત્નીએ કહ્યું , તમારા કરતા પણ ખરાબ સમાચાર મારી પાસે છે. સેનાપતિને થયું, આનાથી ખરાબ સમાચાર કયા હોઈ શકે છે ? પત્નીએ કહ્યું, મેં સાંભળ્યું છે કે તમે યુદ્ધ હારી ગયા છો, પણ તમારી વાત પરથી તો હું જોઈ રહી છું કે તમે તો તમારી હિંમત પણ હારી ગયા છો, જુસ્સો પણ હારી ગયા છો , આશા પણ હારી ગયા છો, સ્વપ્ન પણ હારી ગયા છો.
Business Tips :
યુદ્ધ હારવું એ મોટી હાર નથી , પણ જો તમે હિંમત , આશા અને સ્વપ્ન હારી ગયા તો એ તમારી કાયમી હાર છે.
મારા મત મુજબ
" માન લો તો હાર હે , પર ઠાન લો તો જીત હે " .