https://youtu.be/9I_3hluMD8I
Monday, July 30, 2018
Thursday, June 28, 2018
સાચી રીતો અને સાચી દિશાની માહિતી લેવી જોઈએ
Business એ પ્રોફેશનલોનું કાર્ય છે, એ સાચું પણ પ્રોફેશનલ બનતા પહેલા આપણે કુદરતી વ્યવસ્થાઓ અને જીવનના સિદ્ધાંતોને સમજી લેવા જોઈએ
એક રાજા ઝેન ગુરુ પાસે માળીકામ શીખવા ગયા. છ માસના સમય બાગ ગુરુએ રાજાની પરીક્ષા લેવાનું વિચાર્યું. છ માસનો સમય પૂર્ણ થયા બાદ ગુરુ બાગ જોવા પધાર્યા . ગુરુએ જોયું કે રાજા એ ખુબ સરસ બાગ બનાવ્યો હતો એક દમ સાફ એક તણખલું પણ દેખાતું નહોતું. આ જોઈ ગુરુ નારાજ થઇ ગયા કહ્યું કે આ બાગ કુદરતી લાગતો નથી. ગુરુએ એક ટોપલી માં સુકાપાંદડાં લઈ આખા બાગ માં વેરી નાખ્યા અને કહ્યું હવે લાગે છે અસલી બાગ .
Business Tips :-
Businessman બનો એના પહેલા માનવ બનો કેમ કે કુદરતી વલણ જ સાચું વલણ છે.
Monday, June 11, 2018
તક એ દોરી છે ને Business એ પતંગ
એક ચિત્ર-પ્રદર્શનમાં એક ચિત્ર મુકવામાં આવ્યું હતું.
તે કોઈ વિશેષ રીતે બનાવવવામાં આવ્યું હતું. મોઢું વાળથી ઢાંકી દેવામાં આવ્યું હતું અને તેના પગમાં પાંખો રાખવામાં આવી હતી. કોઈએ ચિત્રકારને સવાલ કર્યો કે, આવું કેમ ? તો ચિત્રકારે જ્વાબ આપ્યો કે, આ ચિત્ર તક છે. માણસ ભાગ્યે જ એને જોઈ શકે છે અને એના પગમાં પાંખો છે એનો મતલબ એ છે કે તક આવે છે અને તરત જ ઉડી જાય છે. તક તો આજુબાજુ છે, પણ ઓળખો અને ઉડી જાય એ પહેલા ઝડપી લો.
Sunday, June 3, 2018
5. Busineasની જવાબદારી પુરી રીતે નિભાવજો
Saturday, June 2, 2018
6. વિચારથી જગત પર નવી વસ્તુ જન્મે છે
Businessમાં ઠહેરાવ પણું ઉપયોગી છે . એક વસ્તુ સફળ થઇ ગઈ પછી એના પર જ આધાર રાખવો એ પ્રગતિ માટે જોખમકારક છે. નવા વિચારો આવશ્યક છે.
To stop in business is neccessary. After success of one thing its dangerous to stay depanded only on it. New thaoughts are neccessary.
ત્યકતા પેન્શન પર જીવતી જે. કે. રોલિંગ પોતાની સર્જનાત્મકતાથી જ હેરી પોર્ટરની કથાશ્રેણી લખી શકી .
સુભાષ ચંદ્રા એ જ શક્તિથી એસેલ વર્લ્ડનો મનોરંજન પાર્ક બનાવી શક્યા.
એક જ સર્જનાત્મક વિચારથી જ સબીર ભાટિયા હોટમેલ શરૂ કરીને આટલી ખ્યાતિ અને પૈસા મેળવી શક્યા.
વોલ્ટ ડિઝનીનું ડિઝની લેન્ડ સર્જનાત્મકતા વિચારની જ નીપજ છે.
ધીરુભાઈ અંબાણી હોય કે સોની કંપનીના મોરીટા. બધા જ આવા વિચારોથી મોટા બન્યા છે.
Business Tips :-
જો હું એક પર્વત બનાવતો હોઉં અને તેના શિખરે માટીની છેલ્લી ટોપલી નાખતા અટકી જાઉં તો નિષ્ફળ ગયો છું એમ મારે કહેવું જોઈએ.
If i am making a mountain and i stop at the time of throughing last basket on top of it than i bacome fail in it .
Thursday, May 31, 2018
5. Busineasની જવાબદારી પુરી રીતે નિભાવજો
રોબર્ટ મર્સર કહે છે કે, તમે બિઝનેસ કરો છો ત્યારે તમારી એક જવાબદારી થઇ જાય છે ને તે છે નફો કરવાની . તે વખતે તમારા મન માં એક વિચાર ઉગી નીકળે છે .
તમે તમારા નાગરિક ભાઈઓનો કે સમાજનો કશો ખ્યાલ કરતા નથી, તેથી સ્વાર્થી થઇ રહ્યા હો એવો ભાસ થાછે, પણ નફો કરવો એ શ્વાસ લેવા જેવી ક્રિયા છે. એક વાર તમારો Business શ્વાસ લેવાનું ( નફો કરવાનું ) શરૂ કરી દે છે તે પછી જ તમે તમારા Business અંગેની બીજી જવાબદારી પુરી કરી શકો છો. જેમ કે વધુ ને વધુ નોકરીની જગ્યા પેદા કરવી અને રિઝર્વ ફંડ ઉભું કરવું વગેરે.
BUSINESS TIPS :-
સારો Business સારી સેવન7 ક્ષેત્ર બની શકે છે.
4. રસ, રુચિ અને આનંદ એ Business ના મુખ્ય પરિબળો છે.
રોબર્ટ સેબલે કહે છે કે -
મને Business ગમે છે , કેમ કે એમાં હરીફાઈ રહેલી છે. ત્યાં શબ્દોને કારણે તમને કોઈ વળતર મળતું નથી,પણ કૃત્યનો યથાર્થપણે બદલો મળે છે.
મને Business ગમે છે કેમ કે તે મને મારી નિષ્ઠાને વળગી રહેવા પ્રેરે છે કે આજનું કામ આવતી કાલે ઠેલવાની રજા આપતી નથી.
મને Business ગમે છે . તે બીજાને સુધારી નાખવા નહીં, પણ પોતાની જાતને ખુશીમાં રહેવા દોરે છે ને તેમ કરવાથી હું દંભ ને લાગણીવેડાથી વેગળો રહું છું.
ને છેલ્લે , મને Business ગમે છે , કેમ કે પ્રત્યેક દિવસ મને નવતર સાહસ કરવાની તક પુરી પડે છે.
Business Tips :-
આનંદ એ ગુણવત્તાની પારાશીશી છે.