Sunday, November 18, 2018

Business Idea 4

દરેક માણસમાં અનેક શક્તિઓ હોય છે.

આપણાં દરેક ટીમ મેમ્બર માં જે શક્તિ, આવડત અને કૌશલ્ય છે, એને ઉજગરકારીને એને સર્વોત્તમ પરિણામોમાં પરિવર્તિત કરી શકીએ , તો ધંધામાં સફળતા ના ઊંચા શિખરો સર કરી શકીએ.

Business Idea 3

ધંધાની જીવનયાત્રામાં ઘણું બદલાતું રહે છે.

સંજોગોની સાથે સાથે વ્યૂહરચના - સ્ટ્રેટેજી પણ બદલાતી-વિકસતી હોય છે.

સમય સાથે સ્ટ્રેટેજી પણ પરિપક્વ થવી જોઈએ.

બધાય ઉતાર-ચડાવ બાદ જે સ્ટ્રેટેજી ઉભરે છે, એ સ્ટ્રેટેજીની કક્ષા આપણાં ધંધાની સફળતાની માત્રા નક્કી કરતી હોય છે.

Business Idea 2

Business માં મોટી સફળતા પામનાર લોકોમાં આ પાંચ લક્ષણો અચૂક જોવા મળે છે.

1.  આસાનીથી હિંમત ન હરાવી

2. વિચારોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની શક્તિ.

3. ઉચ્ચ કક્ષાની ટીમ બનાવવાની કુનેહ.

4. મોટા  ધ્યેયને હાંસલ કરવા નાની નાની બાબતો પર પણ ધ્યાન આપવાની ચીવટ.

5. અસરકારક વ્યૂહરચના તેમજ તેનો અમલ કરાવવાની આવડત .

Business Idea 1

આપણી ટીમ અને આપણાં સંતાનો સ્વતંત્ર થાય એ માટે ક્યાં નિર્ણયો તેઓ આપણી મદદ વગર લઇ શકશે એ સ્પષ્ટ કરી દઈએ , તો તેમની સ્વતંત્ર વિચારશક્તિ અને નિર્ણયશક્તિ વિકસશે.





નવી નવી શોધો કરતા રહી Business ને આગળ વધારતા રહો.

જીવન જેમ પ્રગતિશીલ છે તેમ વ્યવસાય પણ પ્રગતિશીલ હોવો જોઈએ. જે વ્યવસાય પ્રગતિ નથી કરતો તે ખાબોચિયું બનીને સુકાઈ જાય છે.

એક કાચનો ગ્લાસ હોયને એમાં પાણી ભરીએ તો એ ગ્લાસની કિંમત એક રૂપિયો કહેવાય. પણ એ જ ગ્લાસ માં શરબત ભરીએ તો એની કિંમત પાંચ રૂપિયા થાય. હવે લસ્સી ભરીએ તો પંદર કે વીસ રૂપિયા કિંમત થાય . ગ્લાસ એનો એજ છે , પણ વસ્તુ બદલાતી રહે છે . હવે એમાં સૂપ ભરીએ તો પચાસ રૂપિયા થાય. એમાં ઓગાળેલું સોનુ ભરીએ તો લાખ ઉપરાંત કિંમત થાય ને એમાં કોઈ અતિ કિંમતી હીરો મૂકીએ તો એની કિંમત કરોડો રૂપિયા થાય.


Business Tips:

માર્કેટમાં ટકી રહેવા માટે નવીનતા અને વૈવિધ્યતા જરૂરી છે.




Business માં સફળ થવા મહેનત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.


વ્યવસાય એટલે વ્યવસ્થિત કાર્ય. ગોઠવણીપૂર્વકનો પુરુષાર્થ.

એક ખેડૂતને ત્રણ દીકરા હતા. ખેતીમાં તો બિલકુલ ધ્યાન આપતા નહોતા . આ લોકોને પાઠ તો ભણાવવો પડશે એવું ખેડૂતે નક્કી કર્યું. બીમારીનું નાટક કરી પથારીવશ બની ગયા . ત્રણેય દીકરાને બોલાવીને કહ્યુકે , જુઓ બીટા , મારો અંત સમય આવી ગયો છે, તેથી એક રહસ્ય તમને કહું છું. મેં જિંદગીભરની કમાણીથી ઘણું સોનુ ખરીદ્યુ હતું. એ સોનુ આપણાં ખેતરમાં ક્યાં મેં દાટ્યું હતું તે હું ભૂલી ગયો છું. એ ખજાનો તમારે જોઈતો હોય તો બે દિવસમાં શોધી કાઢો. દીકરાઓ તો ખોદવા મંડી પડ્યા. આખું ખેતર ખોદી કાઢ્યું, પણ ખજાનો મળ્યો નહીં. ખેડૂતે કહ્યુકે, હવે ખેતર ખોદ્યુ જ છે તો આ બીજનું વાવેતર કરી દો. પાક વેચ્યો તો ખાસ્સા પૈસા મળ્યા. ખેડૂતે કહ્યું, આ જ છે ખજાનો . મહેનતથી જ ખજાનો મળે છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.

Business Tips:

Businessમાં ખજાનો એમ જ હાથ નહીં લાગે, બીજ રોપીને એનું જતન કરવું પડશે.




સમય અને કાર્ય એ સાપેક્ષ વસ્તુઓ છે.

Business ના બે મોટા પરિબળો છે 1. સમય અને 2. કાર્ય.
બંને પરિબળોને યોગ્ય રીતે સમજવા એનો અમલ કરવો જરૂરી છે. સમય ફળવીને કાર્ય કરો.

એક ભાઈએ ડાડરીજ નામના ચિંતક પાસે જઈને કહ્યું કે , આપ કહો છો કે સારા કામ કરો, પણ જિંદગીના ઢસરડામાંથી જ ક્યાં સમય મળે છે? ડાડરીજે કહ્યું , તમે કેટલા વાગે ઉઠો છો? સાત વાગે. તો કાલથી  પાંચ વાગે ઉઠો તો એક દિવસની જિંદગીમાં બે કલાકનો ઉમેરો થાય ને એ બે કલાકનો સદ્ઉપયોગ કરો. એ રીતે જો ચાલીસ વર્ષનું આયુષ્ય હોય તો વધારાના દસ વર્ષનું આયુષ્ય ઉમેરાય. આ ફરક પડે છે.

Business Tips:

જીવન ઉપર તમને પ્રેમ છે? તો સમય ગુમાવશો નહીં. કેમ કે જીવન સમયનું બનેલું છે.