Tuesday, August 20, 2019

આયોજન વગર કોઈ કામ પાર પડતું નથી.

આયોજન બધાને કેન્દ્રમાં રાખીને કરવું જોઈએ.જે સ્વાર્થથી પ્રેરાઈ ને વ્યવસાયનું આયોજન કરે છે તે વહેલા-મોડા ભાગી છૂટે છે.

જુના જમાનામાં એક શેઠ હતો . તે હવે આરામ કરવા માગતો હતો.પણ પ્રશ્ન એ હતો કે આટલો વિશાળ Business ત્રણમાંથી કયા દીકરાને સોંપવો.તેણે એક કસોટી કરવાનું વિચાર્યું . તેણે ત્રણેય દીકરાઓને વારાફરતી જમવાનું આમંત્રણ આપ્યું. આયોજન એવું કર્યું કે જમવા બેસે ત્યારે એક કૂતરો છોડી મુકવો.એક રૂમમાં પહેલાંને જમવા બેસાડ્યો. કૂતરો છોડ્યો તો પહેલો દીકરો જમવાનું છોડીને ભાગી ગયો. બીજાએ તો લાકડી લીધીને કૂતરાને મારી હાંકી કાઢ્યો.ત્રીજા દીકરાએ હોશિયારી વાપરી. એને જે વાનગી ખાવા માટે આપી હતી એમાંથી અડધી પેલા કૂતરાને આપી દીધી, તેથી કૂતરો શાંતિથી ખાવા લાગ્યો.ત્યારે દીકરાએ પણ જમી લીધું . શેઠે નક્કી કર્યું કે આ નાના દીકરાને ધંધો સોંપવો જોઈએ.

BUSINESS TIPS:-

આયોજન કરશો તો ત્રણ ફાયદા થશે. એક, ગતિ નક્કી થશે. બે, દિશા નક્કી થશે.ત્રણ, પરિણામ નક્કી હશે.

Wednesday, February 27, 2019

Business માં સહભાગીતા જરૂરી છે

Business  સ્વ-કલ્યાણથી ઊભી થયેલી વિશ્વકલ્યાણ માટેની પ્રક્રિયા છે.
સમાજકલ્યાણ ની ભાવના જ વ્યવસાયના મૂળમાં છુપાયેલી બાબત છે, તેથી વ્યવસાય વિશાળ દુનિયા માટેની પ્રક્રિયા છે.

એલન લેન એક વાર રેલવે સ્ટેશન ઉતર્યા તો એમને વાંચવા માટે કશુંક લેવાનું મન થયું, પણ સસ્તી પ્રેમકથાઓ અને હલકી નવલકથાઓ સિવાય કોઈ પુસ્તક ન મળ્યું અને એની કિંમત પણ ઊંચી હતી. આથી એમને વિચાર આવ્યો કે ઉત્તમ પુસ્તકો સસ્તા આપીએ તો ? કંઈક કરવું જોઈએ . આ વિચાર પર ઊંડું મંથન કર્યા પછી આ વ્યવસાય શરુ કર્યો. ભાઈઓની મદદ લીધી.યોજના શરુ કરી, પણ લેખકોએ ના કહી. પુસ્તક વિક્રેતાઓ કમિશન વધારે માંગે છતાં હિંમત હાર્યા નહિ ને એક એક ડગલું ભરતા રહ્યા. પેંગ્વીન - એ એમના પુસ્તકોનું પ્રતીક બન્યું. માર્કેટ જામ્યું. આજે પેંગ્વીન ઉત્તમ અને સસ્તા પુસ્તકોનું સૌથી વિશ્વસનીય પ્રતીક છે.



Business Tips :-

સમાજ ઉપયોગી Business વધારે સફળ થાય છે.

Thursday, December 27, 2018

Business Idea 12

જે કંપની ના બધાય માણસો ભેગા મળીને પોતાની વ્યક્તિગત શક્તિઓથી વિશેષ મૂલ્યનું સર્જન કરી શકે,
કંઈક મોટું કરી શકે એ જ કંપની ખુબ વિકસી શકે.

Business Idea 11

મેનજમેન્ટ એટલે
1. યોગ્ય માણસો શોધવા
2. એમને યોગ્ય કામ સોંપવું
3. એમના કામમાં આવતી દરેક અડચણો દૂર કરવી.

Business Idea 10

જીવન માં અને ધંધા માં હંમેશા સામેની વ્યક્તિ ની અપેક્ષા કરતા વધારે જ આપો.

Sunday, December 2, 2018

Business idea 9

ધંધામાં અને જીવન માં અંતે જે મહત્વનું છે , એ છે પરિણામો. બધું કાર્ય પછી અંતે સેલ્સ અને પ્રૉફીટ વધવા જ જોઈએ.......







Wednesday, November 21, 2018

લગે રહો, પકડકે રખના , છોડના નહીં

વ્યવસાયના ક્ષેત્ર માં એક સૂત્ર બઉ પ્રચલિત છે - ટકી રહેશો તો જામી જશો. મેદાન છોડશો નહીં.

એક સેનાપતિ હતો જે યુદ્ધમાં પરાજય પામ્યો હતો. એની પત્ની ઓરડા માં મળવા ગઈ. સેનાપતિ એ કહ્યું ઘણું જ ખરાબ થયું છે. અમારી સેના હાર ની નજીક છે. પતિ ઘણો જ નિરાશ હતો. એનો જુસ્સો તૂટી ગયો હતો. પત્નીએ કહ્યું , તમારા કરતા પણ ખરાબ સમાચાર મારી પાસે છે. સેનાપતિને થયું, આનાથી ખરાબ સમાચાર કયા હોઈ શકે છે ? પત્નીએ કહ્યું, મેં સાંભળ્યું છે કે તમે યુદ્ધ હારી ગયા છો, પણ તમારી વાત પરથી તો હું જોઈ રહી છું કે તમે તો તમારી હિંમત પણ હારી ગયા છો, જુસ્સો પણ હારી ગયા છો , આશા પણ હારી ગયા છો, સ્વપ્ન પણ હારી ગયા છો.

Business Tips :

યુદ્ધ  હારવું એ મોટી હાર નથી , પણ જો તમે હિંમત , આશા અને સ્વપ્ન હારી ગયા તો એ તમારી કાયમી હાર છે.

મારા મત મુજબ
" માન લો તો હાર હે , પર ઠાન લો તો જીત હે " .